022-28972269 / 28960987

A - 402, Harsh Kaushal, Building No - 3, Shiv Vallabh Road, Near Gokul Anand Hotel, Opp. Ashok Hospital, Ashokvan, Dahisar - East, Mumbai 400068

Mediclaim – Claim Procedure – Gujarati

મેડીક્લેઇમ  કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો
સંઘવી ઇન્સ્યુરન્સ અને ફાઈનાન્સ  કન્સલ્ટંટ  તમારા એજેંટ છે. એમનો ફોન નંબર 2897 22 69 / 9821183854 છે. એમનું  ઈમૈલ અડ્રેસ atul@sanghaviinsurance.com છે 
ઓફીસ નું સરનામું – એ-402, હર્ષ કૌશલ-3, શીવ વલ્લભ રોંડ અશોક્વન દહીંસર-પૂર્વ, મુંબઈ 400068
 
કોઈ પણ ઇન્સ્યુરન્સ કંપની ની પોલીસી હાથ માં આવતાની સાથે વિગતવાર વાંચી જવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. પોલીસીના નિયમ બરોબર વાંચવાથી આપણે ક્લેઇમ કરતી વખતનું  આર્થિક નુકસાન ટાળી શકીએ છીએ. 
સહુ પ્રથમ જયારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે ઇન્સ્યુરન્સ કંપની માં ફોન કરી ક્લેઇમ નંબર લેવો. આ કામ દર્દી ના સગા તથા સબંધી એજ કરવાનું છે. જો આ કામ નથી કરવામા આયવુ તો ક્લેઇમ સો ટકા  ના-મંજુર થશે અને  એના માંટે સંઘવી ઇન્સ્યુરન્સ અને ફાઈનાન્સ  કન્સલ્ટંટ  જવાબદાર રહેશે નહિ.
 
હોસ્પીટલ માંથી રજા મળ્યા પછી સાત દિવસ માં ઇન્સ્યુરન્સ કંપની / TPA માં મેડીક્લેઇમ ની ફાઈલ જમાં કરાવવી જરૂરી છે. જો આ કામ નથી કરવામા આયવુ તો ક્લેઇમ સો ટકા  ના-મંજુર થશે અને એના માંટે પણ  સંઘવી ઇન્સ્યુરન્સ અને ફાઈનાન્સ  કન્સલ્ટંટ  જવાબદાર રહેશે નહિ.
ઇન્સ્યુરન્સ કંપની / TPA ના ટોલ ફ્રી (નિ-શુલ્ક ) નંબર ઉપર  ફોન કરી ક્લેઇમ નંબર લેવા માટે નીચે મુજબની માહિતીની  જાણ કરવી. આ કામ હોસ્પીટલ માં દાખલ થયા ના 24 (ચોવીશ) કલાકમાં જ કરવું બહુ જરૂરી છે 
1. ઇન્સ્યુરન્સ કંપની નું નામ 
2. પોલીસી નંબર
3. પોલીસી ધારક નું નામ 
4. બીમાર વ્યક્તિ નું નામ 
5. બીમાર વ્યક્તિ ની  ઉમર 
6. બીમાર વ્યક્તિ ની સાથે હોસ્પીટલમાં રહેવાવાળી વ્યક્તિ નો ફોન   નંબર
7. બીમાર વ્યક્તિ નું સરનામું 
8. હોસ્પીટલ નું નામ 
9. હોસ્પીટલ નું સરનામું 
10. હોસ્પીટલ નો ફોન નંબર
11. ડોકટર નું નામ 
12. ડોકટર નો ફોન નંબર
13. હોસ્પીટલ માં દાખલ થવાનો દિવસ તથા તારીખ 
14. બીમારી ની વિગત 
15. સારવાર નો અંદાજીત ખર્ચો 
16. બેડ / રૂમ ચારજિસ – પોલીસી કવર ના 1 %.( 1 LAC SUM ASSURED -1000/DAY BED CHARGES)
હોસ્પીટલ માંથી રજા (DISCHARGE) મળ્યા પછી સાત દિવસ માં ઇન્સ્યુરન્સ / TPA કંપની માં મેડીક્લેઇમ ની ફાઈલ જમાં કરાવવા  નીચે દર્શાવેલ કાગળ ફાઈલમાં હોવા જરૂરી છે.
1.    ઇન્સ્યુરન્સ કંપની છેલ્લા ચાર વર્ષ ની પોલીસી ની ઝેરોકશ
2.    ઓરીજીનલ ક્લેઇમ ફોર્મ (સ્ટાર હેલ્થ  ઇન્સ્યુરન્સ કંપની માટે  કલેમ ફોર્મ ઉપર ડોકટર ની સહી તથા સિક્કો જરૂરી)
3.    હોસ્પીટલ નું ઓરીજીનલ ડીસચાર્જ કાર્ડ 
4.    હોસ્પીટલ નું ઓરીજીનલ બીલ 
5.    હોસ્પીટલ નું પેમેન્ટ કર્યાની બધી રસીદો 
6.    દવા ના પ્રીસ્ક્રીપશન ડોકટર ની સહી તથા સિક્કા સાથે 
7.    દવા ના બધા બીલ ડોકટર ની સહી તથા સિક્કા સાથે  
8.    બધા જ રિપોર્ટસ ડોકટર ની સહી તથા સિક્કા સાથે (લોહીની તપાસ, પેશાબ  ની તપાસ, સોનોગ્રાફી, એક્ષરે, ઇ.સી.જી., એમ.આર.આઈ, વગેરે વગેરે)
9.    શરીર માં  કોઈ પણ વસ્તુ (દ।ત . લેન્સ, સ્ટેન્ટ, સળિયો વગેરે) નું રોપણ કર્યુ હોઈ તો એ વસ્તુનું ખાલી બોક્ષ તથા તેનું સ્ટીકર તથા તે વસ્તુ ડોકટરે કેટલા માં ખરીદી તેના બીલ ની ઝેરોકશ હોવી જરૂરી છે.
10. Internal hospital case paper / Indoor papers- આપણા કેસ ને લગતી બધી વિગત જે સીસ્ટર અથવા ડોકટર દરરોજ લખતા હોઈ તે બધા કાગળ ની ઝેરોકશ હોસ્પીટલ ના ડોકટર ની સહી તથા સિક્કા સાથે 
11. એક કાગળ માં બધા બીલ નું ટોટલ કરી લખવું  
12. એકસીડએંટ થયો હોઈ તો પોલીસ ની એફ. આઈ. આર. (POLICE -  F.I.R.) જરૂરી છે.
13. મરણ થયું હોઈ તો મરણ નું પ્રમાણપત્ર  (DEATH CERTIFICATE ) જરૂરી છે.
14. NEFT  તથા કેન્સલ ચેક.
15. હોસ્પીટલ માં દાખલ થયા માટે ડોકટર નો ભલામણ પત્ર
16. બીમારી ની સારવાર નો સૌથી પહેલો પત્ર
એક ઝેરોકશ નો સેટ સંઘવી ઇન્સ્યુરન્સ અને ફાઈનાન્સ  કન્સલ્ટંટ  માટે આગળ ની કાર્યવાહી માટે અથવા RS.1500/- રોકડા . સંઘવી ઇન્સ્યુરન્સ અને ફાઈનાન્સ  કન્સલ્ટંટ  એમના માનવંતા ગ્રાહકો માટે મેડીક્લેઇમ ની ફાઈલ એમના ઘરેથી લઈ જવા  વિસિટ દીઠ  ના રૂપિયા 200/-લેશે.. 
જુની થઇ ગયેલી બધી પોલીસી સંભાળી ને રાખવી જરૂરી છે. જૂની પોલીસી ને ફેકી દેવાની ભૂલ નહિ કરતા.
Bookmark and Share